ગુજરાતી પોર્ટલ ની ગુજરાતી દુનિયા મા આપનુ સ્વાગત છે.


મિત્રો ઍક પ્રયાસ ગુજરાતી ભાષા ને ઇંટરનેટ ની દુનિયા મા પ્રચલીત કરવાનો, આ પ્રયાસ માટે જરૂર છે આપના સાથ સહકાર ની, માટે ગુજરાતી પોર્ટલ ની જાણ તમારા મિત્ર ને જરૂર કરજો.




કરીના કપૂર સૌથી પાવરફુલ બોલીવૂડ ની અભિનેત્રી

Karina Kapoor Pics, Karina Kapoor Wallpapers
2009 ની પાવરફુલ વ્યક્તિઓ મા બોલીવૂડ ની અભિનેત્રી કરીના કપૂર નુ નામ આવ્યુ છે.

આ વાત મા કોઈ સંદેહજ નથી કે કરીના કપૂર બોલીવૂડ ની પાવરફુલ અભિનેત્રી છે. ઍક આંતરરાષ્ટ્રીય સમાચાર પેપર મા પણ આ વાત છાપી છે.

આ યાદી મા કરીના ઍક ઍવી સ્ત્રી છે જેનુ નામ પુરુષ ની સાથે સામીલ છે.

આમતો કરીના બોલીવૂડ ની સૌથી મોઘી સ્ટાર છે.

તે ફક્ત મોટા બેનર ની ફિલ્મ મા કામ કરે છે.

કરીના માટે તો ખુશી ની વાત છે, બોલીવૂડ પર તો રાજ કરે છે અને હવે વિદેશો મા પણ લોકપ્રિય થતી જાય છે.

તમારો ઇંટરનેટ પાસવર્ડ કેટલો કોમન છે?

Internet Pics, Internet Images
શુ તમે જાણો છો કે ઇંટરનેટ વાપરવા માટે પાસવર્ડ પસંદ કરવામા તમારો વિચાર કેટલા લોકો સાથે મેળ ખાય છે?

ઍક સર્વે પ્રમાણે 123456 પાસવર્ડ બહુજ કોમન છે.

જેને દર 10 વ્યક્તિ માથી 1 વ્યક્તિ ઉપયોગ કરે છે.

આજ કોમન પાસવર્ડ થી તમે જાતેજ તમારી માહિતી હેકર ને આપી દો છો.

શુ તમે 123456 પાસવર્ડ વાપરો છો?

તો હેકર થી બચવા તમારો પાસવર્ડ બદલી નાખો, નહિતર તમારી માહિતી હેકર ને સરળતાથી મળી જશે.

હવા મા ચાલી શકે તેવી કાર આવી રહી છે

Terrafugia Images, Terrafugia Pics
શુ તમે રોડ પરના ટ્રાફિક થી પરેશાન છો?

ટ્રાફિક ના કારણે ઑફીસ પહોચવામા વાર લાગે છે.

તો તમારા માટે સારા સમાચાર છે.

ઍક ઍવી કાર બજાર મા આવવા તૈયાર છે. જે જમીન અને હવા પર ચાલી શકે છે.

આ કાર અમેરિકાની ટેરફુજિયા કંપની ઍ બનાવી છે, જેનુ હવા મા પરીક્ષણ થઈ ચુક્યુ છે.

આ કાર ની કીમત લગભગ 1 કરોડ રૂપિયા જેટલી છે.

BSNL આવતા મહિને થી તેની બ્લેક્બેરી સર્વિસ લોન્ચ કરશે

BSNL Logo, BSNL Pics
સરકારી ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આવતા મહિને તેની બ્લેક્બેરી સર્વિસ લોન્ચ કરશે.

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) કંપની ના ચેયરમેન અને મેનેજીગ ડાઇરેક્ટર કુલદીપક ગોયલે 'કંવર્જન્સ ઇંડિયા' પ્રોગ્રામ સમેલન મા પત્રકારો ને જણાવ્યુ કે બ્લેક્બેરી સર્વિસ સબંધ ની બધી મંજુરી મળી ચૂકી છે.

અને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ની બ્લેક્બેરી સર્વિસ ઍપ્રિલ મહિના થી શરૂ કરી દેવામા આવશે.

સાયબર ક્રાઇમ વિષે થોડી માહિતી

Cyber Crime Pics, Cyber Crime Images
ઇંટરનેટ ની દુનિયા મા સાયબર ક્રાઇમ ખૂબ વધી રહ્યુ છે.

ઍક સર્વે અનુસાર મુબઈ મા છેલ્લા ત્રણ વર્ષ મા સાઇબર ક્રાઇમ ના કેસ પાચ ગણા વધી ગયા છે.

જેમા ઈનામ અથવા લોટરી ના ઈમેલ મળવાથી ઘણા લોકો ઍ તેના પૈસા ગુમાવ્યા છે.

હવે ઑનલાઇન મુશ્કેલી વાઘતી જાય છે, દરેક ક્લીક પર ડર જેવુ લાગે છે.

પણ ભાગ-દોડ ભરી જીદગી મા બિલ પેમેંટ, બૅંકિંગ, ટીકીટ બુકિંગ અને શોપિંગ જેવા કાર્ય મા સમય જ કયા મળે છે.

પણ આ બઘા કર્યો પૂરા કરવા મા થોડી ભુલ હેકર ને તમારા વિષે માહિતી મળી જતી હોય છે.

માટે મિત્રો, સાયબર ક્રાઇમ થી બચવા તમારા ઈમેલ પર આવતા ફોર્ડ ઈમેલ ની લાલચ થી બચો.

તમારા ફોટો પર વાટરમાર્ક લગાવા ઉપયોગી વેબસાઇટ

PicMarkr, PicMarkr.com
શુ તમારુ અકાઉંટ Flickr, Facebook અથવા Picasa વેબસાઇટ પર છે.

પણ તમારી અનુમતી વગર તમારા ફોટા બીજી વેબસાઇટ અથવા બ્લોગ પર પ્રયોગ થાય છે.

તો તમારા માટે PicMarkr.com આ વેબસાઇટ ઉપયોગી સાબિત થશે.

આ વેબસાઇટ નો ઉપયોગ કરવો ઍકદમ સરળ છે. બસ PicMarkr.com પર જાવ, તમારો ફોટો તમારા કંપ્યૂટર પર થી અપલોડ કરો અથવા તમે તમારા Flickr, Facebook અથવા Picasa અકાઉંટ પર થી પણ અપલોડ કરી શકો છો.

પછી આગળ ના સ્ટેપ પર જાવ, ત્યા વાટરમાર્ક માટે તમારી પાસે Text Watermark, Image Watermark અથવા Tiled Watermark વિકલ્પ હશે.

તેમાથી તમારે જે વિકલ્પ પસંદ કરવો હોય તે પસંદ કરી, આગળ ના સ્ટેપ પર જાવ ત્યાથી તમે તે ફોટો તમારા કંપ્યૂટર મા સંગ્રહ કરી શકો છો. અથવા તમે તમારા Flickr, Facebook અથવા Picasa અકાઉંટ પર પણ સંગ્રહ કરી શકો છો.

તો હવે તમારા ફોટા નીચે તમારા નામનો વાટરમાર્ક લગાવી દયો, જેથી તમારો ફોટો જયા પણ દેખાય ત્યા તમારુ નામ દેખાય.

ઇમેજ હોસ્ટિંગ માટે ઉપયોગી વેબસાઇટ

Imgur, Imgur.com
ઇંટરનેટ ની દુનિયા મા હાલ ઇમેજ હોસ્ટિંગ નો ક્રેજ વધી રહ્યો છે.

આવા સમય મા જો તમે ઍવી વેબસાઇટ શોઘી રહ્યા હોય, જે તમને ઉપયોગી થાય.

તો Imgur.com આ વેબસાઇટ તમારા માટે ઉપયોગી સાબિત થશે.

આ વેબસાઇટ નો ઉપયોગ કરવો ઍક્દમ સરળ છે. બસ Imgur.com પર જાવ, તમારો ફોટો અપલોડ કરો અને તમને લિંક મળી જશે.

પછી આ લિંક નો ઉપયોગ તમારા મિત્ર સાથે ફોટો સેરીગ કરવા અથવા કોઈ બીજી જગ્યે ફોટો મૂકવા કરી શકો છો.

આ વેબસાઇટ ના ઉપયોગ માટે રજીસ્ટ્રેશન ની જરૂર નથી, કોઈ જાહેરાત નહી.

તો હવે Imgur.com પર ઇમેજ હોસ્ટિંગ કરી તેનો આનંદ માણો.
Copyright © Gujarati Portal.